ઉત્તર પ્રદેશમાં શરમજનક ઘટના! એક જ દિવસમાં બે સગીરાને પીંખી નખાઈ, એકની હત્યા કરાઈ

October 19, 2024

ઉત્તરપ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં હેવાનોએ એક જ દિવસમાં બે સગીરાને પીંખી નાખી છે અને તેમાંથી એકની હત્યા કરી નાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બદાયું અને બલિયામાં સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 

બદાયુંમાં બજાર ગયેલી એક સાત વર્ષની બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી અને ગઈકાલે રાત્રે તેનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ એક ખંડેર મકાનમાંથી મળી આવ્યો હતો. એસએસપી બૃજેશ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટનાનો તાત્કાલિક ખુલાસનો આદેશ આપ્યો છે. આ કામગીરીમાં SOGની ટીમ ઉપરાંત પોલીસની ચાર ટીમો લગાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે બિનપુર રોડ પર પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કરીને ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં તેના જમણા પગમાં ગોળી વાગી હતી, જેમાં મનોજ નામના કોન્સ્ટેબલને પણ ગોળી વાગી હતી.

આ મામલો જિલ્લાના બિલ્સી પોલીસ સ્ટેશનનો છે. શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન મળી. ત્યારબાદ ગત રાત્રે 10:00 વાગ્યે તેનો મૃતદેહ ખંડર મકાનમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. પીડિત પરિવારે સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.