ભારત પર આરોપ મૂકવાની જરૂર શું હતી...' કેનેડાના NSAએ PM ટ્રુડો સામે ઊઠાવ્યાં સવાલ

October 18, 2024

ટોરોન્ટો : કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી, આ હત્યામાં ભારતનો પણ હાથ હોવાનો આરોપ કેનેડાની જસ્ટિન ટ્રૂડોની સરકાર લગાવી રહી છે. એવામાં હવે કેનેડાની વર્તમાન સરકાર અને ખાલિસ્તાનીઓ વચ્ચેની સાંઠગાઠ વધુ એક વખત ખુલ્લી પડી છે. 

જસ્ટિન ટ્રૂડોએ સ્વીકાર કરતા કહ્યું હતું કે, 'અમે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તેવા કોઇ જ પુરાવા ભારતને નથી આપ્યા. અમે માત્ર ગુપ્ત જાણકારી જ આપી હતી.'હવે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે આ મામલે પોતાના જ પીએમ જસ્ટિન ટ્રુડો પર સવાલ ઉઠાવ્યા છે. કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે જણાવ્યું હતું કે, 'જસ્ટિન ટ્રુડોએ તે સમયે ભારત સાથે નક્કર પુરાવા શેર કર્યા ન હતા તે ખૂબ જ રસપ્રદ હતું. જો પુરાવા નહોતા તો એ જાહેરમાં કહેવની જરૂર જ શું હતી કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હતો. હજુ એ સ્પષ્ટ નથી કે કેનેડાએ ભારતને હત્યાના પુરાવા આપ્યા છે કે નહિ, પરંતુ હવે સમય સાથે જ બધું સ્પષ્ટ થશે.'