ઈઝરાયલે વધુ એક ખતરનાક કમાન્ડરને ઠાર કર્યો, બૈરૂત શહેર કબ્રસ્તાન બન્યું
September 29, 2024

બૈરૂત : ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે. સેના આખા સંગઠનનો ખાત્મો કરવા માટેના અભિયાનમાં લાગી ગઈ છે. આ જ ક્રમમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વધુ એક ટોચના કમાન્ડને મારી નાખ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયલી સેનાએ આજે (29 સપ્ટેમ્બર) કહ્યું છે કે, ‘અમારી સેનાએ એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વધુ એક ટોચના અધિકારીને મારી નાખ્યો છે. સેનાએ એક દિવસ પહેલા એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાના કેન્દ્રીય પરિષદના ઉપપ્રમુખ નબીલ કૌકનું મોત થયું છે. જોકે ઈઝરાયલે કૌકને ઠાર કર્યો હોવાના દાવા પર હિઝબુલ્લા તરફથી કોઈપણ ટિપ્પણી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલે એક સપ્તાહની અંદર હિઝબુલ્લાના અનેક ટોચના કમાન્ડરોને ઠાર કર્યા છે. સેનાએ લેબેનોના શહેર બૈરૂતમાં શુક્રવારે એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાનો નેતા હસન નસરુલ્લાનું પણ મોત થયું છે.’
છેલ્લા કેટલાક દિવસોથી હિઝબુલ્લાહ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી રહ્યા હતાં તે સામે ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. પરિણામે બૈરૂત પણ લગભગ કબ્રસ્તાન બની ગયું છે. દક્ષિણ બૈરૂત સ્થિત હીઝબુલ્લાહનું મુખ્ય મથક ઈઝરાયલના લક્ષ્ય પર છે, જ્યાં હિઝબુલ્લાના કેટલાક ટોચના નેતા બંકરમાં છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ઈઝરાયેલે ગઈકાલે પ્રચંડ બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.
Related Articles
અમે જીત્યાં તો બાંગ્લાદેશમાં તાલીબાનીઓ જેવું શાસન, શરિયત કાયદો લાવીશું: કટ્ટરપંથી સંગઠન
અમે જીત્યાં તો બાંગ્લાદેશમાં તાલીબાનીઓ જ...
Jul 04, 2025
યુદ્ધ બાદ શાબ્દિકયુદ્ધ... ટ્રમ્પના ખામેનેઈ પર પ્રહાર, કહ્યું- ‘હવે તમે નરકમાં પહોંચી ગયા છો’
યુદ્ધ બાદ શાબ્દિકયુદ્ધ... ટ્રમ્પના ખામેન...
Jul 04, 2025
ચિકાગોની નાઇટ ક્લબની બહાર બેફામ ગોળીબાર : 3નાં મોત, 16 ઇજાગ્રસ્ત
ચિકાગોની નાઇટ ક્લબની બહાર બેફામ ગોળીબાર...
Jul 04, 2025
અમેરિકામાં હિન્દુ મંદિર વિરુદ્ધ 'હેટ ક્રાઈમ', ત્રણ વખત હુમલો કરી 20થી 30 રાઉન્ડ ફાયરિંગ
અમેરિકામાં હિન્દુ મંદિર વિરુદ્ધ 'હેટ ક્ર...
Jul 02, 2025
રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ લગાવીશું, અમેરિકાના નેતાની ખુલ્લી ધમકી, બિલ લાવવાની તૈયારી
રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ લગ...
Jul 02, 2025
'ભારતમાં જઈને પ્રતિસ્પર્ધા કરીશું', ટ્રેડ ડીલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી મોટું નિવેદન
'ભારતમાં જઈને પ્રતિસ્પર્ધા કરીશું', ટ્રે...
Jul 02, 2025
Trending NEWS

03 July, 2025

03 July, 2025

03 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025