બિહારના ખગડિયામાં જાનૈયાઓને નડ્યો અકસ્માત, કાર-ટ્રેક્ટર અથડાતા 7 લોકોના મોત

March 18, 2024

બિહારના ખગડિયા જિલ્લાના પસરાહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે NH 31 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર તમામ લોકો લગ્ન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં જાનૈયાઓ લગ્ન કરી પરત ફરી રહ્યા હતા બ્લોક વિસ્તારમાંથી લગ્નના કાર્યક્રમ બાદ પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન NH-31 પર આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને બહાર કાઢ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોડ અકસ્માત પસરહા પોલીસ સ્ટેશન વિસ્તારના વિદ્યારત્ન પેટ્રોલ પંપ પાસે થયો હતો.

લગ્ન કરવા જાન તુટ્ટી મોહનપુર ગઈ હતી. મડૈયા સોમવારે બિથળા ગામે પરત ફરી રહ્યા હતા. પરંતુ વિદ્યારત્ન પેટ્રોલ પંપ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કાર હાઇવેની બાજુમાં ખાડામાં ખાબકી હતી. ગોગરી ડીએસપી રમેશ કુમારે જણાવ્યું કે મૃતકોમાં 4 પુખ્ત અને 3 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.