ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ બાદ જયશંકર અને રૂબિયોની મુલાકાત, આર્થિક-વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર
February 04, 2026
ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે થયેલા ઐતિહાસિક વેપાર કરાર બાદ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે વોશિંગ્ટનમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી. આ મુલાકાત મહત્વપૂર્ણ ખનિજો પરના પ્રથમ મંત્રી પરિષદ પહેલા થઈ હતી. બંને મંંત્રીઓએ દુર્લભ ખનિજોના સંશોધન, માઈનિંગ અને પ્રોસેસિંગ પર દ્વિપક્ષીય સહયોગને ઔપચારિક રૂપ આપવા પર ચર્ચા કરી. રુબિયોએ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં જયશંકરનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈ કે, આ પ્રવાસ અને મુલાકાતથી આશા છે કે, ભારત-અમેરિકાના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં નવી ગતિ આવશે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત થશે. જયશંકરના જણાવ્યા મુજબ આ વાતચીત દરમિયાન ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ, જેમાં વેપાર, ઊર્જા, પરમાણુ, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજી સામેલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, બંને નેતાઓ આપણા સહિયારા હિતોને આગળ ધપાવવા માટે અલગ-અલગ મેકેનિઝમની ટૂંક સમયમાં બેઠક યોજવા સંમત થયા. બંને મંત્રીઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલા વેપાર કરારનું પણ સ્વાગત કર્યું. બેઠકના અંતે વિદેશ મંત્રી રુબિયો અને મંત્રી જયશંકરે ક્વાડ હેઠળ પરસ્પર અને બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે બંને દેશોના સહિયારા હિતોને આગળ વધારવા માટે સમૃદ્ધ અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર આવશ્યક છે. વિદેશ મંત્રી એસ. જયશંકર 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી અમેરિકાના પ્રવાસ પર છે. આ મદરમિયાન તેઓ રુબિયો દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ વરિષ્ઠ અમેરિકન વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ બેઠકોનો હેતુ ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. જયશંકર અને રુબિયો વચ્ચેની આ મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના એલાન બાદ થઈ છે જેમાં ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની પુષ્ટિ કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વેપાર કરાર પર સહમતિ બની છે. આટલું જ નહીં આ કરાર બાદ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફમાં 25 ટકાથી ઘટાડો કરીને 18 ટકા કરવાની પણ જાહેરાત કરી હતી.
Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026