જન્માષ્ટમીએ કુલ 43 મિનિટ પૂજાનું મુહૂર્ત, જાણી લો વ્રત પારણાનો સાચો સમય
August 13, 2025

કૃષ્ણ જન્માષ્ટમી હિન્દુ ધર્મનો ખૂબ જ પાવન પર્વ છે, જે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રોહિણી નક્ષત્રમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો.
ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી 2025?
અષ્ટમી તિથિની શરૂઆત 15 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 11:49 વાગ્યે થશે અને 16 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 09:34 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં દ્રિક પંચાંગ પ્રમાણે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ ભગવાન કૃષ્ણની 5252મી જન્મજયંતિ હશે.
પૂજા મુહૂર્ત
આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજાનું શુભ મુહૂર્ત મોડી રાત્રે 12:04થી 12:47 સુધી રહેશે. આવી સ્થિતિમાં પૂજાનું શુભ મુહૂર્ત કુલ 43 મિનિટ રહેશે. ચંદ્રોદય 16 ઓગસ્ટના રોજ રાત્રે 11:32 વાગ્યે થશે. બીજી તરફ રોહિણી નક્ષત્રની શરૂઆત 17 ઓગસ્ટ 2025ના રોજ સવારે 04:38 વાગ્યે થશે અને 18 ઓગસ્ટ 2025ના રોજ સવારે 03:17 વાગ્યે સમાપ્ત થશે.
વ્રત પારણાનો સમય
પંચાંગ પ્રમાણે આ વર્ષે વ્રત પારણા 17 ઓગસ્ટના રોજ સવારે 5:51 વાગ્યે કરી શકાશે. જન્માષ્ટમીના દિવસે ભક્તો નિર્જળ અથવા ફળાહાર વ્રત રાખે છે. આ દિવસે પૂજામાં તુલસી, માખણ-ખાંડ, ધૂપ અને પંચામૃતનું વિશેષ મહત્વ હોય છે.
Related Articles
આજથી બુધની સીધી ચાલ શરૂ, 3 રાશિના જાતકોમાં નવેમ્બર સુધી ધન યોગ જળવાઈ રહેશે
આજથી બુધની સીધી ચાલ શરૂ, 3 રાશિના જાતકોમ...
Aug 11, 2025
રક્ષાબંધન : બહેનને રાશિ અનુસાર આપો ગિફ્ટ, ભાગ્ય પ્રબળ થતાં જીવનમાં થશે ખુશીઓનો સંચાર
રક્ષાબંધન : બહેનને રાશિ અનુસાર આપો ગિફ્ટ...
Aug 05, 2025
આવતીકાલે શનિ-ગુરુની પાવરફૂલ યુતિ, 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ!
આવતીકાલે શનિ-ગુરુની પાવરફૂલ યુતિ, 3 રાશિ...
Jul 30, 2025
રક્ષાબંધન 2025: ક્યારે છે ભદ્રાકાળ? જાણો રાખડી બાંધવાના ત્રણ શુભ મુહૂર્ત
રક્ષાબંધન 2025: ક્યારે છે ભદ્રાકાળ? જાણો...
Jul 29, 2025
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચર, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!
ગુરુનું આર્દ્રા નક્ષત્રના ચતૃથ પદમાં ગોચ...
Jul 28, 2025
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના જાતકો આગામી 1 મહિનો રહે સાવધાન...!
આવતીકાલે સૂર્યદેવનું ગોચર થશે, આ રાશિના...
Jul 15, 2025
Trending NEWS

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025