કમલ હાસનની તબિયત બગડી:એક્ટરે અચાનક પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

November 24, 2022

જાણીતા એક્ટર કમલ હાસનની તબિયત લથડી છે. જ્યારે કમલ હસન હૈદરાબાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કમલ હાસન સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલ તરફથી કોઈ માહિતી મળી નથી. તો રિપોર્ટ તો એવા મળી રહ્યા છે કે , કમલ હાસનને તાવ આવ્યો હતો અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.