'તનુ વેડ્સ મનુ'નો ત્રીજો ભાગ બને તેવી કંગનાની ઈચ્છા

May 24, 2023

મુંબઇ : છેલ્લાં કેટલાંય વર્ષોથી મહાફલોપ હિરોઈન પુરવાર થયેલી કંગના રણૌતને હવે પોતાની સુપરહિટ ફિલ્મ 'તનુ વેડ્સ મનુ'નો ત્રીજો ભાગ બને તેવી ઈચ્છા છે. કંગનાને આશા છે કે પોતાની ડૂબતી કેરિયર કદાચ આ સિકવલના જોરે તરી જાય.  'તનુ વેડસ મનુ' ના બંને ભાગ કંગનાની સૌથી બહેતરીન ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મોમાં કંગનાની બહુ જ પ્રશંસા થઈ હતી. હાલમાં 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'ની રીલીઝના આઠ વરસ પુરા થતાં એક  ઇવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં કંગના રનૌતે આ ફિલ્મના ત્રીજા ભાગ વિશે  મહેચ્છા પ્રગટ કરી હતી.  તેણ ફિલ્મ સર્જક આનંદ એલ. રાયને આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવા માટે જાહેરમાં અનુરોધ કર્યો હતો. જોકે, આનંદ એલ. રાયે હજુ સુધી કોઈ દાદ આપી નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી કંગનાની લાગલગાટ તમામ ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે. 'થલાઈવી' જેવી  ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ થાય છે પરંતુ તે ટિકિટબારી પર ચાલતી નથી. કંગના હાલ તેની ફિલ્મો કરતાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે જ ચર્ચામાં રહે છે.