કાંતારા વનની હિરોઈન ઋક્મણિ વસંત હિંદી ફિલ્મોમાં કામ કરશે

December 15, 2025

મુંબઈ: 'કાંતારા ચેપ્ટર વન'ની હિરોઈન ઋક્મણિ વસંત હવે ટૂંક સમયમાં એક હિંદી ફિલ્મમાં દેખાશે. ખુદ ઋકમણિએ એક વાતચીતમાં પોતે બોલિવુડ ફિલ્મ કરી રહી હોવાનો સંકેત આપ્યો હતો. જોકે, તેણે હાલના તબક્કે આ પ્રોજેક્ટનું નામ કે અન્ય કોઈ વિગતો આપવાનું ટાળ્યું છે. તેણે એટલું જ કહ્યું હતું કે 'કાંતારા ચેપ્ટર વન' બાદ તેની પાસે બોલિવુડમાં ઓફરોનો ઢગલો થઈ રહ્યો છે. તેમાંથી  કેટલાક પ્રોજેક્ટસની વાતચીત નક્કર રીતે આગળ વધી છે. તેમાંથી એક પ્રોજેક્ટ માટે તો હું બહુ જ રોમાંચિત છું. ટૂંક સમયમાં હું આ નવી સફર શરુ કરવાની છું. ઋકમણિએ એમ પણ કહ્યું હતું કે પરિવારનાં આર્મી બેકગ્રાઉન્ડના આધારે તે હિંદી ભાષા સારી રીતે જાણે છે અને નાનપણથી જ હિંદી ફિલ્મો માણે પણ છે. આથી તેને બોલિવુડમાં કામ કરવામાં કોઈ ભાષાકીય મુશ્કેલી નહિ નડે.