Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગોધરામાં 10થી વધુ લોકોને બચકાં ભરનાર કપિરાજ ઝડપાયો

January 10, 2025

ગોધરા : પંચમહાલના ગોધરા શહેરમાં એક કપિરાજે છેલ્લા ચાર દિવસથી ભારે આતંક મચાવ્યો હતો. કપિરાજે ગોધરાના 10થી વધુ લોકો પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બાઈક પર કે રસ્તે જતાં લોકો પર કપિરાજ અચાનક આવી તેમને બચકાં ભરી ભાગી જતો હતો. જેને લઈને લોકોએ સ્થાનિક તંત્ર અને વન વિભાગને ફરિયાદ કરી હતી. આખરે ચાર દિવસ બાદ કપિરાજને પકડી લેવાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગોધરામાં આતંક મચાવનાર કપિરાજને પાંજરે પૂરવા ગોધરા અને છોટાઉદેપુરથી વન વિભાગની ખાસ ટીમ બોલાવાઈ હતી, જેણે કપિરાજનું લોકેશન શોધી તેને કાળજી પૂર્વક ટ્રાન્કવીલાઇઝર ગનથી બેભાન કર્યો હતો. શહેરના સોનીવાડ વિસ્તારના મકાનના ધાબા પરથી કપિરાજને બેભાન અવસ્થામાં હતો, ત્યારે તેના પર જાળ નાખી તેને ઝડપી લેવાયો હતો. તોફાની કપિરાજને કાબુમાં લેવા માટે વન વિભાગની ટીમે ટ્રાન્કવીલાઇઝર ગનથી ચારથી પાંચ ઇન્જેક્શન છોડવા પડ્યા હતા. ત્યારે માંડ માંડ કપિરાજ ઝડપાયો હતો.