અંબિકા-પૂર્ણા નદીનો કહેર, 1.5 લાખ લોકો પૂરથી પ્રભાવિત, 8 હજારથી વધુ લોકોનું સ્થળાંતર; 12 સ્ટેટ હાઈવે બંધ
August 01, 2026
રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એક જ દિવસમાં 8 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં 4 હજારથી વધુ, સુરતમાં 1,400થી વધુ, તાપીમાં 1,300થી વધુ, આણંદમાં 914 અને વડોદરામાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદની અસરથી રાજ્યમાં 12 સ્ટેટ હાઈવે અને 252 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે NDRFની 17, SDRFની 33 અને ભારતીય સેનાની 6 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે.
નવસારી જિલ્લાના ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટી 28 ફૂટ સામે વધીને 35 ફૂટે પહોંચતાં બીલીમોરા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે અંદાજે 50 હજાર લોકો અસરગ્રસ્ત બન્યા છે. ઉપરાંત ગણદેવી અને વાંસદા તાલુકાના અંબિકા કાંઠાના 45 ગામો પણ પૂરની ઝપેટમાં આવ્યા છે. નદીમાં સતત વધી રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
બીજી તરફ નવસારી શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી પૂર્ણા નદીનું જળસ્તર પણ હજુ ભયજનક સપાટીથી ઉપર છે. ભયજનક સપાટી 23 ફૂટ સામે પૂર્ણા નદી હાલમાં 28 ફૂટે વહેતી હોવાથી શહેરના 12 વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. આ સ્થિતિમાં અંદાજે 1 લાખ લોકો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ તથા રાહત કામગીરી ચાલુ છે.
Related Articles
અમદાવાદમાં CNGના ભાવવધારા સામે રિક્ષા હડતાળને મિશ્ર પ્રતિસાદ, શટલ રિક્ષાઓ યથાવત દોડી
અમદાવાદમાં CNGના ભાવવધારા સામે રિક્ષા હડ...
Aug 05, 2026
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી! ક્રિકેટ સટ્ટાનો આરોપી નકલી વકીલ બની કેદીને મળી આવ્યો!
અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલની લાપરવાહી...
Aug 04, 2026
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો, રાજ્યમાં ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ નહીં
ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો, રા...
Aug 03, 2026
અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવાના કેસમાં પોલીસકર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા
અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવ...
Aug 02, 2026
વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ઘૂસ્યા: મધરાત્રે 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓ અને શ્રમિકોનું રેસ્ક્યુ
વડોદરામાં ભારે વરસાદ : લક્ષ્મી હોસ્ટેલમા...
Aug 01, 2026
અદાણીએ CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્યો, ભાવ 94 રૂપિયા પર; 2026માં 8મી વખત ભાવવધારો
અદાણીએ CNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્...
Aug 01, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026