કેજરીવાલે જેલમાંથી સરકાર ચલાવવાનું શરૂ કર્યું, પાણી પુરવઠા બાદ હવે આ વિભાગને આપ્યો આદેશ

March 26, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. જેલમાંથી જ સરકાર ચલાવવાની જાહેરાત કરનાર કેજરીવાલે ઈડીની કસ્ટડીમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ પણ કરી દીધું છે. અગાઉ પાણી પુરવઠા વિભાગને લઈને એક આદેશ જાહેર કર્યો હતો. ત્યારે હવે વધુ એક આદેશ જાહેર કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21મી માર્ચે દિલ્હીની એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રાઉઝ એવન્યું કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જેલમાં જવા છતાં અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું નથી. તેઓ જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. પહેલા  તેમણે જેલમાંથી જ દિલ્હીના લોકોને પાણી પહોંચાડવા અંગેના આદેશો જારી કર્યા હતા. જો કે આ આદેશને લઈને પણ સવાલો ઉભા થયા છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી જ વધુ એક આદેશ આપ્યો છે. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય માટે નવી સૂચનાઓ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આ અંગે જણાવશે કે આદેશ સેના માટે છે.બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે ​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને કોઈપણ પ્રકારના દેખાવ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે AAPના કાર્યકર્તાઓ દેખવા કરવા રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં આજે દિલ્હીમાં સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે અને અનેક રસ્તાઓ પર જામ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને લોક કલ્યાણ માર્ગના તમામ એન્ટ્રી ગેઈટ બંધ રહેશે.