વઢવાણમાં જાહેરમાં છરીના ઘા મારી યુવતીની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર
May 18, 2025

સુરેન્દ્રનગર : ગુજરાતમાં મારામારી, લૂંટ, હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં યુવતીને જાહેરમાં છરીના ઘા મારીને હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીની હત્યા નીપજાવી આરોપી યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હત્યાના બનાવને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને મૃતક યુવતીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં સવારે કારખાનામાં કામ અર્થે જઈ રહેલી યુવતીને જાહેરમાં યુવકે 8-10 જેટલા છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. ઘટનાને લઈને પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે સરકારી ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મૃતક યુવતીના પરિવારજનોનો આક્રંદ જોવા મળ્યો હતો અને પરિવારે જ્યાં સુધી આરોપીને ઝડપી પાડવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો.
પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતક યુવતીને પીએમ અર્થે મોકલી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
જામનગરમાં બે હોમગાર્ડ-જવાનોને ધમકી આપનારા 6 જવાનોને હોમગાર્ડની ફરજમાંથી મોકૂફ
જામનગરમાં બે હોમગાર્ડ-જવાનોને ધમકી આપનાર...
May 18, 2025
ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું અલર્ટ, 62-87ની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભાર...
May 17, 2025
અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન વિભાગે વરસાદ સાથે વાવાઝોડાની કરી આગાહી
અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે, હવામાન...
May 17, 2025
અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે, UDAN યોજના હેઠળ ખાસ ફ્લાઈટ સેવા શરૂ
અમદાવાદથી દીવ હવે કલાકમાં પહોંચી જવાશે,...
May 17, 2025
દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની કરાઈ ધરપકડ
દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી...
May 17, 2025
ભારતીય સેનાએ 23 જ મિનિટમાં દુશ્મનોનો ખાત્મો કરી દીધો : રાજનાથ સિંહ
ભારતીય સેનાએ 23 જ મિનિટમાં દુશ્મનોનો ખાત...
May 16, 2025