Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

મેષ-સિંહ-કુંભ રાશિના જાતકો માટે ખુલશે 'કુબેરના ભંડાર'! શનિની પ્રિય રાશિમાં 5 ગ્રહોની યુતિ

January 27, 2026

Panchgrahi Yoga February 2026 : ફેબ્રુઆરી મહિના ગ્રહોની ચાલની ઘણી સકારાત્મક અને નકરાત્મક અસર થવાની છે. આ મહિને દુર્લભ યોગ પણ બની રહ્યા છે. ફેબ્રુઆરીમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને રાહુ મળીને પંચગ્રહી યોગ બનાવી રહ્યા છે. શનિદેવની પ્રિય રાશિ કુંભમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. જે 23 ફેબ્રુઆરીથી સક્રિય થશે જ્યારે મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.  આ પંચગ્રહી યોગના કારણે 3 રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થવાના છે. ખાસ કરીને મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકો માટે 'ગોલ્ડન ટાઈમ' શરૂ થાય તેવા યોગ બની રહ્યા છે. 

મેષ
આ રાશિના જાતકોને ક્યાંક અટકેલું ધન પાછું મળે તેવી શક્યતા  છે. નોકરિયાત વર્ગને બઢતી અથવા નવી જવાબદારી મળી શકે છે. જો તમે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોવ તો આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે. 

સિંહ
સિંહ રાશિના જાતકોની સમાજ અને કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા વધશે, લોકો તમને માન-સન્માન આપશે. પ્રોપર્ટી અથવા શેર બજારમાં જૂના રોકાણ પર નફો મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે, પરિવારમાં ખુશાલી આવશે. 

કુંભ
કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. મહિનાઓથી અટકેલાં કામોમાં ગતિ આવશે. એકથી વધુ આવકના સ્ત્રોતથી ધનલાભના યોગ છે.