2024ની છેલ્લી સોમવતી અમાસ: ઘરના મુખ્ય દ્વાર સહિત આ જગ્યાઓ પર કરો દીપ પ્રાગટ્ય

December 21, 2024

હિંદુ ધર્મમાં અમાસની તિથિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં દીપ પ્રગટાવવાથી ચમત્કારી લાભ મળે છે.

અમાસના દિવસે પિતૃઓ માટે દાન, તર્પણ, પિંડદાન વગેરે કરવાનું મહત્વ છે. બીજી તરફ સોમવતી અમાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસ પર કેટલીક વિશેષ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાથી વ્યક્તિ દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પોષ મહિનામાં સોમવતી અમાસ સોમવાર 30 ડિસેમ્બર 2024ના રોજ આવશે, જે આ વર્ષની છેલ્લી અમાસ પણ છે. આ દિવસે દીપ પ્રગટાવવાનું મહત્વ હોય છે. તો ચાલો જાણીએ કે સોમવતી અમાસ પર કઈ જગ્યાઓ પર દીપ પ્રગટાવવું શુભ માનવામાં આવે છે.

મુખ્ય દ્વાર: સોમવતી અમાસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીપ પ્રગટાવો અને પાણીથી ભરેલું કળશ રાખવું. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.

દક્ષિણ દિશાઃ આ દિશા પિતૃઓની માનવામાં આવે છે. સોમવતી અમાસ પર આ દિશામાં દીપ પ્રગટાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે. પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

પીપળા પાસે: સોમવતી અમાસ પર પીપળના ઝાડ નીચે દીપ પ્રગટાવવો જોઈએ. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં દેવતાઓ અને પિતૃઓનો વાસ હોય છે. તેથી પીપળના ઝાડ નીચે દીપ પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓના આશીર્વાદ મળે છે.

ઈશાન ખૂણોઃ સોમવતી અમાસ પર ઘરના ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ઈશાન ખૂણો ઘરની ઉત્તર-પૂર્વ દિશાને કહેવામાં આવે છે. આ દિશાને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. આ દિશામાં દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે.