ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું આ 5 રાશિઓ માટે ભાગ્યશાળી, રોજગારમાં પ્રગતિના સંકેત

August 25, 2025

આવતી કાલથી ઓગષ્ટનું છેલ્લું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ અઠવાડિયું તમામ રાશિઓ માટે મિશ્ર રહેશે. આ અઠવાડિયું 25થી 31 ઓગષ્ટ સુધી રહેશે. આ અઠવાડિયે ગ્રહોના રાજકુમાર બુધ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેની અસર 12 રાશિઓ પર પડશે. આ સાથે જ આ અઠવાડિયે અનેક દુર્લભ યોગોનું નિર્માણ પણ થશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ અઠવાડિયું કઈ રાશિઓ માટે ખૂબ લકી સાબિત થઈ શકે છે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવન સુખી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. રોકાણ માટે સારો સમય છે.

કર્ક રાશિ

ઓગષ્ટનું છેલ્લું અઠવાડિયું કર્ક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે. જૂના અટકેલા કાર્યો પૂર્ણ થશે. લવ લાઈફ સારી થશે. ધન લાભ શક્ય છે. તમારી મહેનત રંગ લાવશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ લકી છે. તમને નવી તકો મળશે. તમને બિઝનેસમાં મોટી ડીલ હાથ લાગી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. ભાગ્યનો સાથ મળશે.

ધન રાશિ

ઓગષ્ટનું છેલ્લું અઠવાડિયું ધન રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. લાંબી યાત્રા સંભવ છે. જૂના અટકેલા પૈસા પાછા મળશે. પારિવારિક શાંતિ બની રહેશે. 

મીન રાશિ

આ અઠવાડિયે મીન રાશિના જાતકોને નવી તક પ્રાપ્ત થશે. લવ લાઈફ સુખી રહેશે. ધન લાભ શક્ય છે. રોકાણથી લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.