વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા, જસ્ટીસ સંદીપ ભટ્ટની બદલી થતા વધારે વિવાદ વકર્યો

August 30, 2025

હાઇકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટની બદલી થતા વિવાદ વકર્યો છે. ગુજરાત હાઈ કોર્ટમાં કેટલાક દિવસોથી હળતાલ ચાલી રહી છે. કોર્ટની તમામ કાર્યવાહી બંધ રહી છે. સત્તત ત્રીજા દિવસે વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે. વકીલોના વિરોધથી હાઇકોર્ટની કામગીરીને અસર પહોંચી છે. આ લડત વધુ ઉગ્ર બનાવવા વકીલો જાહેરાત કરશે. એડવોકેટ બી.એમ.માંગુંકિયા રણનીતિ જાહેર કરશે.

આ હળતાલમાં 271 જેટલા વકીલ મંડળો જોડાયા છે.જસ્ટીસ સંદીપ ભટ્ટની બદલીનો વકીલો સતત વિરોધ કરી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના પ્રેસિડેન્ટ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું કે જસ્ટીસ સંદીપ ભટ્ટની બદલી થતા મંગળવારથી કામથી અળગા રહ્યા છીએ. અમે સોમવારથી રાબેતા મુજબ બધુ ચાલું કરીશું. અમે ગુજરાતના મોટા ભાગના બાર એસોસિયેશને અમે ગૃપમાં જોડી શક્યા છીએ.

સુપ્રીમકોર્ટમાંથી જવાબ આવ્યો નથી. વકીલોના વિરોધથી હાઇકોર્ટની કામગીરીને અસર પહોંચી છે. કોર્ટમાં રોજ હજારો કેસ ચાલતા નથી. હાઈકોર્ટની બહાર વકીલો જસ્ટીસ સંદીપ ભટ્ટની બદલીનો સતત વિરોધ કરી રહ્યા છે. જો વકીલ મંડળો આ હળતાલમાં જોડાશે તો આ વિરોધ આંદોલનમાં ફેરવાઈ જશે. વકીલો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટીસ સંદીપ ભટ્ટની બદલીમાં પારદર્શિતા જળવાતી નથી. આમાં કેટલાક તત્વો દ્વારા કિન્નાખોરી દાખવવામાં આવી રહી છે.