Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો, ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

June 27, 2025

મહેસાણા- મહેસાણા દૂધ સાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. આ બેઠકમાં ડેરીના હિસાબો અને વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. જેને લઈને ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાબોલી થઈ હતી. આ અંગે વાઈસ ચેરમેન યોગેશ પટેલે આરોપ મૂક્યો છે કે, આ દરમિયાન તણાવ વધી જતા ચેરમેન અશોક ચૌધરીએ મને લાફો ઝીંકી દીધો હતો. 


મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ વાઈસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ત્યાં તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ મામલાની પોલીસે તપાસ કરવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઈસ ચેરમેન બન્યા છે.