એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા અભિનંદન, PM મોદીએ ટ્વિટ કર્યું
May 30, 2023

રેસેપ તૈયપ એર્દોગનની જીત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, તેઓ એર્દોગન સાથે વહેંચાયેલ વૈશ્વિક પડકારો પર કામ કરવાની આશા રાખે છે. બાઈડેને કહ્યું હતું કે, 'હું દ્વિપક્ષીય મુદ્દાઓ અને શેર કરેલ વૈશ્વિક પડકારો પર નાટો સહયોગી તરીકે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું.' ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર પર એર્દોગનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'મને ખાતરી છે કે અમારા દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ આગામી સમયમાં વધતો રહેશે.'
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે, 'અમે ઈચ્છીએ છીએ કે એર્દોગનના નેતૃત્વમાં તુર્કી તેના વિકાસમાં નવી સિદ્ધિઓ મેળવતું રહેશે. વિકાસના માર્ગ પર આગળ વધવા માટે બીજિંગ તુર્કીને સમર્થન આપવાનું ચાલુ રાખશે.' રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ રેસેપ તૈયપ એર્દોગનને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે તમારી જીત તમારા કામનું તાર્કિક પરિણામ છે. રાજ્યના સાર્વભૌમત્વને મજબૂત કરવા અને સ્વતંત્ર વિદેશ નીતિને આગળ ધપાવવાના તમારા પ્રયાસોને તુર્કીના લોકોના સમર્થનના સ્પષ્ટ પુરાવા છે. નોંધનીય છે કે,તમામ મતભેદો હોવા છતાં પુતિન અને એર્દોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે કામ કર્યું છે.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

07 May, 2025