Breaking News :
તામિલનાડુમાં કાવેરી વિવાદ મુદ્દે સભામાં ત્રિશા પર અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિનાશક હુમલો ટાળી પરમાણુ કાર્યક્રમ પર અંકુશ માટે વાટાઘાટોની તક આપી કાવડ યાત્રાને કારણે દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરના 17 સ્ટેશનના દરવાજા બંધ, 4 થી 12 ઓગસ્ટ સુધી પ્રતિબંધ ફરીદાબાદના સિકરૌનામાં પોલીસ ચોકી પાસેની ખાનગી શાળામાં અજ્ઞાત કારણસર શિક્ષિકાની હત્યા, 32 સેકન્ડમાં 34 ચાકુના ઘા દતિયામાં દિગ્ગજ નેતા નરોત્તમ મિશ્રાને સાઇડલાઇન કરતા ભાજપને ફટકો પડ્યો, કોંગ્રેસે 6016 મતથી બેઠક જીતી હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ

ફૂટબોલના લાઈવ મેચમાં વીજળી પડી, એક ખેલાડીનું ગ્રાઉન્ડમાં જ મોત

November 05, 2024

ચિલકા (પેરુ)  : ફૂટબોલના લાઈવ મેચ દરમિયાન મેદાન પર અચાનક વીજળી પડી. આના કારણે એક ખેલાડીનું મોત થયું. આ દુઃખદ ઘટના પેરુની છે. પેરુના ચિલકામાં 3 નવેમ્બરે બે ડોમેસ્ટીક ક્લબ જુવેટડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે મેચ ચાલી રહી હતી. આ દરમિયાન આકાશમાંથી વીજળી ત્રાટકતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ચાહકો સહિત દિગ્ગજોને પણ હચમચાવી દીધા છે. આ ઘટનામાં રેફરી સહિત અન્ય કેટલાક ખેલાડીઓ પણ ઘાયલ થયા છે.

મેદાનમાં જ્યારે આકાશમાંથી વીજળી ત્રાટકી એ સમયે મેચનો ફર્સ્ટ હાફ ચાલી રહ્યો હતો. આ દરમિયાન જુવેટડ બેલાવિસ્ટાએ મેચમાં 2-0થી સરસાઈ મેળવી હતી. એ સમયે જ હવામાનમાં પલટો આવ્યો અને રેફરીએ વ્હીસલ વગાડીને મેચ અટકાવી દીધી અને ખેલાડીઓને મેદાનમાંથી બહાર જવા કહ્યું હતું. ખેલાડીઓ મેદાનમાંથી બહાર જઈ જ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી 39 વર્ષીય ખેલાડી જોસ હોગો ડે લા ક્રૂઝ મેજા ઉપર પડી અને તેનું મોત થયું હતું. એ સમયે રેફરી સહિત એકસાથે 5 ખેલાડી પણ જમીન પર પડી ગયા હતા.