લિકર પોલીસ કેસ : મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રેલિ સુધી લંબાવાઈ

March 19, 2024

દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા દિલ્હી લિકર પોલીસ કેસમાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી જેલમાં સજા ભોગવી રહ્યાં છે. મનીષ સિસોદિયા સામે દારૂ નીતિ મામલે કોર્ટ દ્વારા સજા આપવામાં આવી છે. જેને પગલે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હતી જેમાં દિલ્હીમાં લિકર પોલીસી કેસમાં મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી છે

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે (19 માર્ચ) દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી દરમિયાન સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 6 એપ્રિલ સુધી લંબાવી હતી. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલા જ હાજર થવાથી રાહત મળી છે. મનીષ સિસોદિયા ગયા વર્ષે જ જેલમાં છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને લખનૌમાં તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સિસોદિયાએ 12 થી 16 ફેબ્રુઆરી સુધી જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટે તેને 13 થી 15 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. સિસોદિયા કથિત દિલ્હી શરાબ નીતિ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.