Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

પૂર્વોત્તર ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ: મણિપુર સહિત 5 રાજ્યોની ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ

April 21, 2026

મંગળવારે વહેલી સવારે 5:59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમીની ઊંડાઈએ ભૂગર્ભમાં હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પરંતુ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આ આંચકાના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ હતો. આ અગાઉ 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. જાપાનમાં આવેલા આ પ્રચંડ ભૂકંપના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પૂર્વોત્તર ભારતમાં વારંવાર આવતા ભૂકંપના કારણે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.