મહાભારત ટીવી સિરિયલના શકુની ગૂફી પેન્ટલનું નિધન

June 06, 2023

બી. આર. ચોપરાની દૂરદર્શન પર પ્રસારિત થયેલી જાણીતી સિરિયલ 'મહાભારત'ના શકુનિની ભૂમિકાથી પ્રસિદ્ધ થયેલા અભિનેતા ગૂફે પેન્ટલનું નિધન થયું છે. તેમણે આ સિરિયલના કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. આજે પણ લોકોને પિતામહ ભીષ્મ એટલે મુકેશ ખન્ના, દુર્યોધન એટલે પુનિત ઈસ્સર, દ્રૌપદી એટલે રુપા ગાંગુલી સહિતના કલાકારો જ નજરે ચઢે છે તનું શ્રેય કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે ગૂફી પેન્ટલને જાય છે. કોઈપણ ઐતિહાસિક કે પૌરાણિક સિરિયલના સર્વોત્તમ કાસ્ટિંગ ડાયરેક્ટરમાંના એક તરીકે તેમનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે. મૂળ સરબજીત પેન્ટલ એવું નામ ધરાવતા ૭૯ વર્ષીય ગૂફી પેન્ટલ લાંબ ાસમયથી બીમાર હતા. ગઈ તા. ૩૧મી મેએ તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગઈ મોડી રાતે તેમણે ઉંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. અંધેરી ન્યૂ લિંક રોડ પરના તેમના નિવાસસ્થાનેથી આજે સાંજે તેમની અંતિમ યા૬ા યોજાઈ હતી. ગૂફી પેન્ટલનો જન્મપંજાબમાં થયોહતો.તેમણે એન્જિયરિંગની ડીગ્રી લીધી હતી.પરંતુ તેમનોનાનો ભાઇ કંવરજી પેન્ટલે ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયામાંથી એકટિંગની તાલીમ  લઈ ફિલ્મોમાં કામ કરવું શરુ કર્યું તે સાથે ગૂફી પણ  ી ૧૯૭૦માં મુંબઇ આવી ગયા હતા . તેમણે સંખ્યાબંધ ફિલ્મો તથા ટીવી શોમાં કામ કર્યું પરંતુ તેમને 'મહાભારત' સિરિયલે આજીવન ખ્યાતિ અપાવી હતી.