મહાકુભ : મહાશિવરાત્રિને લઇને મેળા ક્ષેત્ર નો વ્હિકલ ઝોન જાહેર

February 25, 2025

પ્રયાગરાજમાં અત્યારે આસ્થાનો મહાકુંભ ઉમટી પડ્યો છે. બોલિવૂડ દિગ્ગજો, રાજકીય નેતાઓ તથા અનેક નામચીન હસ્તીઓ મહાકુંભ આવીને પવિત્ર સ્નાન કરે છે. મહાશિવરાત્રિએ અંતિમ સ્નાન છે. મહાકુંભનો છેલ્લો દિવસ છે. ત્યારે અત્યારે પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વધતી ભીડને ધ્યાને રાખીને મહાકુંભ મેળા ક્ષેત્રને નો વ્હિકલ ઝોન જાહેર કરાયો છે.

નો વ્હિકલ ઝોન આજથી એટલેકે મંગળવારે શરૂ થશે અને પર્વ પતે નહી ત્યાં સુધી અમલમાં રહેશે. પ્રતિબંધ દરમિયાન વહીવટી અને તબીબી વાહનો સિવાય મેળા વિસ્તારમાં અન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે મેળા પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા મંગળવારે સવારે 8 વાગ્યાથી અમલમાં આવશે.