લગ્નનો જલસો શોકસભામાં બદલાયો, અચાનક યુવતીનું હાર્ટ એટેકેથી મોત

February 10, 2025

મધ્યપ્રદેશના વિદિશામાં આયોજિત લગ્ન સમારોહમાં સંગીત દરમિયાન ડાન્સ કરતી વખતે 24 વર્ષની યુવતીનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. વિદિશાના માધવગંજમાં રહેતા રાજકુમાર જૈનના પુત્ર અને તેમના ભાઈના પુત્રના લગ્ન મગધામ રિસોર્ટમાં એક સાથે યોજાઈ રહ્યા હતા. સંગીત દરમિયાન પરિવારના સભ્યો સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા.

આ દરમિયાન ઈન્દોરના રહેવાસી વરરાજાના મામા સુરેન્દ્ર કુમાર જૈનની પુત્રી પરિણીતા જૈન પણ સ્ટેજ પર ડાન્સ કરવા આવી હતી, પરંતુ આ દરમિયાન તે અચાનક સ્ટેજ પર પડી ગઈ હતી. મામાની દીકરીના અવસાન બાદ વરરાજાના પરિવારમાં ખુશીનો માહોલ એકાએક દુઃખમાં ફેરવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ યુવતીના અંતિમ સંસ્કાર બેતવા નદી પાસેના સ્મશાન ભૂમિમાં કર્યા હતા અને ત્યારબાદ ખુબજ સાદગીથી વિવાહ કરી દેવાયા હતા.