મેઘમહેર: આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
June 19, 2025
ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં આહવામાં 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, વઘઈમાં 7.7 ઈંચ અને સુબીરમાં ઈંચ વરસાદ નોંધાયો હતો. હવે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરૂવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમા ચોમાસાના પ્રાંરભે વરસેલા ભારે વરસાદને લઈને રાજ્યના 134 માર્ગો બંધ છે. જેમાં 10 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળતા કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.
રાજ્યમાં આ સાર્વત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે. ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં 11 ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે 13 ડેમ ઍલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
Related Articles
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે ર...
Jul 22, 2026
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 5...
Jul 22, 2026
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ; 150થી વધુ માર્ગો બંધ
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં...
Jul 22, 2026
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્યા?': નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્...
Jul 20, 2026
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, કેબિનેટની મહોર
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફો...
Jul 19, 2026
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, પણ ટીમમાં ફાયર-AMCની બાદબાકી
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં...
Jul 19, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026