મેઘરાજાનો કહેર, ગુજરાતના 51 તાલુકાને ઘમરોળ્યા, રાજકોટ જળબંબાકાર

October 20, 2024

જામનગર- રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જામનગર, બોટાદ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટના લોધિકા તાલુકામાં 4.53 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના માળિયા હાટિનામાં 3.50 ઈંચ અને મેંદરડામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો છે. 
આજે (20 ઑક્ટોબર) સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કુલ 51 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 17 તાલુકામાં એક ઈંચથી સાડા ચાર ઈંચ સુધી અને અન્ય 34 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકા તાલુકામાં પડ્યો છે. સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.