બારડોલીમાં મેઘરાજા મહેરબાન, 4 કલાકમાં 5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જનજીવન અસ્તવ્યસ્ત
June 24, 2025
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર છે, ત્યારે આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા રહેણાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં પાણી ઉલેચતાં નજરે પડ્યા હતા. ધોધમાર વરસાદના પગલે બારડોલીના જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
જો અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો તાપીના વ્યારામાં 3.98 ઇંચ, વાપીમાં 3.94 ઇંચ, તાપીના સોનગઢમાં 3.54 ઇંચ, ઉમરાપાડામાં 3.03 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.99 ઇંચ, નર્મદાના દેડિયાપાડા 2.91 ઇંચ, સુરતના મહુવામાં 2.91 ઇંચ, નર્મદાના નાંદોદમાં 2.76 ઇંચ, સુરતના માંડવીમાં 2.48 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ અને સુરતના કામરેજમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 11 ઇંચ અને પલસાણા તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ગત 24 કલાકમાં સુરતના બારડોલી અને નર્મદાના તિલકવાડા તાલુકામાં 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં 4 ઈંચથી વધુ તેમજ તાપીના વ્યારા, સુરતના માંડવી અને માંગરોળ, આણંદના ખંભાત, પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા ભરૂચ તાલુકામાં 3-3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026