Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

વાવ-થરાદ અને વલસાડ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક તાલુકામાં ધોધમાર વરસાદ

July 25, 2026

રાજ્યમાં ચોમાસું જામી જતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે સવારે 6:00થી 10:00 વાગ્યા દરમિયાન માત્ર 4 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ પંથકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે.

આ સમયગાળા દરમિયાન દિયોદરમાં સૌથી વધુ 50 મિ.મી. (આશરે 2 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત લાખાણીમાં 47 મિ.મી. (1.85 ઇંચ), રહ તાલુકામાં 45 મિ.મી. (1.77 ઇંચ), ધાનેરામાં 44 મિ.મી., ઓગડમાં 36 મિ.મી., જ્યારે વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 43 મિ.મી. (1.69 ઇંચ) અને કપરાડામાં 34 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરામાં સવારે 8:00થી 10:00 દરમિયાન જ 30 મિ.મી. (1.18 ઇંચ) વરસાદ પડતાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત નવસારીના ખેરગામમાં 26 મિ.મી., ડાંગના સુબિરમાં 25 મિ.મી. અને પાટણના સાંતલપુરમાં 24 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ખેડા, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને નર્મદા સહિતના અન્ય જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં 10થી 23 મિ.મી. સુધી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.