બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિના જાતકો માટે ખુલશે કમાણીના નવા રસ્તા

December 22, 2025

 7 જાન્યુઆરી, 2026ના રોજ બુધ પૂર્વાષાઢ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં એક પ્રભાવશાળી ગ્રહ-નક્ષત્ર પરિવર્તન માનવામાં આવે છે.  બુધ બુદ્ધિ, સમજવાની અને વિચારવાની ક્ષમતા, વાતચીત, વ્યવસાય અને ગણતરી સાથે સબંધિત વિષયોનું પ્રતિનિધિત્વ કરે છે.

બીજી તરફ પૂર્વાષાઢ નક્ષત્ર શુક્રના પ્રભાવ હેઠળ આવે છે, જે ભૌતિક સુખ, વૈભવ અને સમૃદ્ધ જીવનનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં બુધ અને પૂર્વાષાઢનો આ સંયોગ કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે. તો ચાલો જાણીએ એ 5 રાશિઓ વિશે જેને આ ગોચરથી વિશેષ લાભ મળવાની શક્યતા છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય કરિયરની દ્રષ્ટિએ મોટી રાહત લઈને આવી શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રયાસો હવે ફળીભૂત થવા લાગશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે, જ્યારે બેરોજગાર વ્યક્તિઓને તેમની ઈચ્છિત નોકરી મળવાના સંકેત છે. આર્થિક મામલે ભાગ્યનો સાથ મળશે અને પરિવારના વરિષ્ઠ સભ્યો ખાસ કરીને પિતા સંબંધિત કોઈ લાભ મળી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ પર આ ગોચરનો પ્રભાવ સૌથી વધુ દેખાશે, કારણ કે, તેનો સ્વામી સ્વયં બુધ છે. આર્થિક સ્થિતિમાં ઝડપી સુધારાના સંકેત છે. બિઝનેસમાં પાર્ટનરશિપમાં રહેલા જાતકોને મોટો ફાયદો મળી શકે છે અને નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની તકો પણ મળશે. લગ્ન જીવનમાં સુમેળ વધશે. તમારા જીવનસાથીના સહયોગથી અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. આવકના નવા રસ્તા ખુલવાથી તમારું આર્થિક સંતુલન મજબૂત બનશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ગૃહસ્થ જીવનમાં ખુશીઓ લાવનારું સાબિત થશે. જમીન, ઘર અથવા વાહન સંબંધિત કોઈ જૂનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. માતાના આશીર્વાદ અને સહયોગથી ધન લાભના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારા ચાતુર્ય અને મહેનતને ઓળખ મળશે, જેનાથી તમારી વિશ્વસનીયતા વધશે. 

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ ગોચર આત્મવિશ્વાસ અને પ્રભાવને વધારશે. તમારી વાતચીત કરવાની કુશળતા લોકોને આકર્ષિત કરશે. આનાથી તમારા કરિયર અને સામાજિક જીવનને સીધો લાભ થશે. તમને કોઈ મોટા પ્રોજેક્ટ અથવા નવી જવાબદારી માટે ઓફર મળી શકે છે. શેરબજાર, ટ્રેડિંગ અથવા જોખમી રોકાણોમાં સામેલ લોકોને અણધાર્યો લાભ થવાની સંભાવના છે. તમારી સામાજિક ઓળખ અને સન્માન વધશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે બુધનું આ નક્ષત્ર પરિવર્તન આર્થિક મામલે શુભ સંકેતો આપી રહ્યું છે. આવકમાં અચાનક વધારો થઈ શકે છે. જૂના રોકાણોથી સારું રિટર્ન મળશે. વિદેશ સબંધિત કામો, આયાત-નિકાસ અથવા ઉચ્ચ શિક્ષણમાં રસ ધરાવતા લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં મન લગાવશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે.