અમદાવાદમાં CNGના ભાવવધારા સામે રિક્ષા હડતાળને મિશ્ર પ્રતિસાદ, શટલ રિક્ષાઓ યથાવત દોડી
August 05, 2026
અમદાવાદમાં CNGના સતત વધી રહેલા ભાવ અને રિક્ષાભાડામાં સમયસર વધારો ન કરવાના વિરોધમાં 5 અને 6 ઓગસ્ટની બે દિવસીય રિક્ષા હડતાળ શરૂ થઈ છે. પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયનના આહ્વાન બાદ શહેરમાં અંદાજે 1 લાખથી વધુ રિક્ષાઓના પૈડાં થંભી ગયા હોવાથી રોજિંદા હજારો મુસાફરોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ 1 ઓગસ્ટે CNGના ભાવમાં એકસાથે 4 રૂપિયાનો વધારો થતાં તેમની આવક પર સીધી અસર પડી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે ભાડા વધારા અંગે ચર્ચા દરમિયાન સહમતિ બનવા છતાં સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન જાહેર ન થતાં ચાલકોમાં રોષ વ્યાપ્યો છે.
હડતાળના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને અન્ય મુસાફરોને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ હોસ્પિટલ સહિતના સ્થળોએ પહોંચવા માટે સિટી બસ અને અન્ય વૈકલ્પિક પરિવહન સેવાઓનો સહારો લેવો પડી રહ્યો છે.
જોકે હડતાળને શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. નિયમિત રૂટ પર દોડતી શટલ રિક્ષાઓ હડતાળમાં જોડાઈ નહોતી. એસજી હાઇવે, પ્રહલાદનગર રોડ સહિતના વિસ્તારોમાં શટલ રિક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેતાં અનેક સ્થળોએ રિક્ષા સેવા યથાવત જોવા મળી હતી.
Related Articles
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ:...
Aug 25, 2026
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ...
Aug 21, 2026
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શ...
Aug 19, 2026
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત...
Aug 19, 2026
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપ...
Aug 19, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026