મોદી અને ટ્રમ્પની બેઠકથી ચીનના પેટમાં તેલ રેડાયું, કહ્યું- 'કોઈ ત્રીજાને નુકસાન ન થાય'
February 14, 2025
વૉશિંગ્ટન- મોદીએ પોતાના અમેરિકન પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વાત થઈ અને ટ્રમ્પે ભારતને ફાઇટર જેટ F-35 પણ ઑફર કર્યું. વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક બાદથી ચીન ટેન્શનમાં મુકાયું છે. તેણે કહ્યું કે, બંનેની બેઠકથી કોઈ ત્રીજાને નુકસાન ન થવું જોઈએ. જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિશાને લાંબા સમયથી ચીન રહ્યું છે અને ભારતના પણ ચીન સાથેના સંબંધો ઘણા સારા નથી રહ્યા. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની બેઠક પર સતર્ક પ્રતિક્રિયા આપતા બીજિંગે શુક્રવારે કહ્યું કે, તેમના દ્વિપક્ષીય સહયોગમાં ચીનને મુદ્દો ન બનાવવો જોઈએ.
વૉશિંગ્ટનમાં મોદી અને ટ્રમ્પની બેઠક પર બાજ નજર રાખતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે, એશિયા-પ્રશાંત શાંતિપૂર્ણ વિકાસનું કેન્દ્ર છે ન કે ભૂ-રાજનીતિક પ્રતિસ્પર્ધાનું ક્ષેત્ર. આ વાતચીતમાં રક્ષા સહયોગને મજબૂ કરવા સિવાય એ વાતની પુષ્ટિ કરવા સહિત કેટલાક મુદ્દા સામેલ છે કે અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ ભાગીદારી એક સ્વતંત્ર, મુક્ત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે હબ છે.
ગુઓએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ચીનનું માનવું છે કે, દેશો વચ્ચે સંબંધો અને સહયોગને ચીનનો મુદ્દો ન બનાવવો જોઈએ અથવા બીજાના હિતોને નુકસાન ન પહોંચવું જોઈએ. આ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અનુકૂળ હોવું જોઈએ.
તેમણે કહ્યું કે, 'ખાસ જૂથો બનાવવા અને જૂથવાદી રાજકારણ અને જૂથવાદી મુકાબલામાં જોડાવાથી સુરક્ષા નહીં આવે અને કોઈપણ રીતે એશિયા-પેસિફિક અને સમગ્ર વિશ્વને શાંતિપૂર્ણ અને સ્થિર ન રાખી શકાય.' ગુરુવારે (ભારતીય સમય મુજબ શુક્રવાર) મોદી-ટ્રમ્પ વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોને આગળ વધારવા માટે સંમત થયા છે અને 21મી સદી માટે એક નવી પહેલ 'યુએસ-ઇન્ડિયા કોમ્પેક્ટ' (સૈન્ય ભાગીદારી, ઝડપી વાણિજ્ય અને ટેકનોલોજી માટે ઉત્પ્રેરક તકો) શરૂ કરી છે.
Related Articles
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડના સોદાને લીલી ઝંડી, 82% હથિયારો સ્વદેશી હશે
સશસ્ત્ર દળોની તાકાત વધારવા 2.12 લાખ કરોડ...
Oct 27, 2026
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ: આંધ્ર-ઓડિશા એલર્ટ પર, સાઉથ કોસ્ટ રેલવેએ 53 ટ્રેનો રદ, વોર રૂમ શરૂ કરી સુરક્ષા વધારી
બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડાનું સંકટ...
Oct 27, 2026
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખાણમાં 200 ફૂટ નીચે 14 મજૂરો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લિફ્ટ બગડતાં ખા...
Oct 27, 2026
Trending NEWS
26 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026
25 October, 2026