મોદી સરકારનું બજેટ, સંરક્ષણ માટે 7.8 લાખ કરોડની ફાળવણી, ટેક્સમાં બદલાવ નહીં
February 01, 2026
કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી અને હૈદરાબાદ-બેંગલુરુ સહિત કુલ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત
પીએમ મોદીએ બજેટ-2026ને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું - ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર
દિલ્હી : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 રજૂ કરીને 'વિકસિત ભારત'ના રોડમેપની બ્લુપ્રિન્ટ રજૂ કરી છે. સંરક્ષણથી લઈને સામાન્ય માણસના ખિસ્સા સુધી અસર કરતા આ બજેટની સૌથી મહત્ત્વની 15 બાબતો નીચે મુજબ છે.
1. સંરક્ષણ બજેટમાં રેકોર્ડ વધારો: નાણાકીય વર્ષ 2026-27 માટે સંરક્ષણ મંત્રાલયને ₹7.8 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદી માટે મૂડીગત ખર્ચમાં મોટો ઉછાળો કરી તેને ₹2.19 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
2. ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત પણ મોટી રાહત: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ ટેક્સપેયર્સ માટે રિવાઈઝ્ડ રિટર્ન ભરવાની મુદત 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી લાગુ થશે.
3. 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત: દેશમાં કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી અને હૈદરાબાદ-બેંગલુરુ સહિત કુલ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
4. દીકરીઓ માટે હોસ્ટેલ યોજના: દેશના અંદાજે 800 જિલ્લાઓમાં વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવાનું લક્ષ્ય રખાયું છે.
5. કેન્સરની દવાઓ થશે સસ્તી: કેન્સરની 17 અને અન્ય 7 દુર્લભ બીમારીઓની દવાઓ પરથી આયાત ડ્યુટી (Import Duty) સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે, જેનાથી તબીબી સારવાર સસ્તી થશે.
6. ટિયર-2 અને ટિયર-3 શહેરોનો વિકાસ: 5 લાખથી વધુ વસ્તી ધરાવતા નાના અને મધ્યમ શહેરોના આધુનિકીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12.2 લાખ કરોડ રૂપિયાના ખર્ચની જાહેરાત કરાઈ છે.
7. શાળાઓમાં 'કન્ટેન્ટ ક્રિએટર લેબ': ડિજિટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે દેશની 15000 સેકન્ડરી શાળાઓ અને 500 કોલેજોમાં અત્યાધુનિક કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે.
8. 3 નવા આયુર્વેદિક AIIMS: આરોગ્ય ક્ષેત્રે આયુર્વેદને વધુ પ્રાધાન્ય આપતા દેશમાં ત્રણ નવી આયુર્વેદિક એઈમ્સ (AIIMS) ખોલવામાં આવશે.
9. ગ્રામીણ મહિલાઓ માટે 'શી-માર્ટ્સ' (SHE-Marts): મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સેલ્ફ-હેલ્પ એન્ટરપ્રિન્યોર (SHE) માર્ટ્સ શરૂ કરાશે, જ્યાં તેઓ પોતાના ઉત્પાદનો સીધા વેચી શકશે.
10. ખેલો ઈન્ડિયા મિશનનો વિસ્તાર: ખેલો ઈન્ડિયા મિશનને આગામી 10 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. આ અંતર્ગત નવા ટ્રેનિંગ સેન્ટર બનશે અને નેશનલ લેવલની વધુ સ્પર્ધાઓ યોજાશે.
11. મેડિકલ ટુરિઝમ હબ: મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે દેશમાં 5 રિજનલ મેડિકલ હબ બનાવવામાં આવશે, જેમાં આયુષ કેન્દ્રો અને રિહેબ સેન્ટરોની સુવિધા હશે.
12. ટેક્સ સિસ્ટમમાં સરળીકરણ: મોટર એક્સિડન્ટ ક્લેમની રકમને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. વિદેશી પ્રવાસના પેકેજ અને શિક્ષણ-તબીબી ખર્ચ પરનો TCS 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે.
13. નોર્થ-ઈસ્ટ પર ફોકસ અને બૌદ્ધ સર્કિટ: અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને મિઝોરમ સહિતના રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ વિકસાવવામાં આવશે. આ સાથે જ ઇમરજન્સી ટ્રોમા સેન્ટરો પણ વધારવામાં આવશે.
14. આયુર્વેદને વૈશ્વિક ઓળખ: આગામી 5 વર્ષમાં 1 લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરાશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને વધુ મજબૂત બનાવવામાં આવશે.
15. CNG અને બાયોગેસ થશે સસ્તું: પર્યાવરણ અને સામાન્ય વાહન ચાલકોને રાહત આપતા બજેટમાં CNG અને બાયોગેસના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026