મોદીનો અમેરિકા પ્રવાસ જાહેર, 12મીએ મોદી ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

February 08, 2025

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીયો સામે અમેરિકા આકરુ બન્યું છે એવા સંજોગોમાં મોદી અમેરિકા પ્રવાસે જવાના છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12-13 ફેબ્રુઆરી દરમિયાન અમેરિકાની ગત નવેમ્બર માસમાં યોજાયેલી યૂએસ ચૂંટણી બાદ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પછી મોદીની આ પહેલી અમેરિકા મુલાકાત હશે .

આ જાહેરાત અમેરિકાના લશ્કરી વિમાન દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં સ્થળાંતર કરનારા ભારતીયોને દેશનિકાલ કર્યાના થોડા દિવસો બાદ આવી છે. મોદી 10-12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત બાદ અમેરિકા જશે, જ્યાં તેઓ પેરિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે.