નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ
September 22, 2025
આસો માસની નવરાત્રિનો પાવન પર્વ આજે (22 સપ્ટેમ્બર)થી શરૂ થયો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.
જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.
નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.
પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.
Related Articles
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર, 5 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગ...
Oct 10, 2026
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મુસીબત બનશે, 42 દિવસો માટે રહેવું એલર્ટ
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મ...
Sep 30, 2026
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જાતકો પર, ધન લાભ સાથે તકલીફો થશે દૂર!
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જ...
Sep 26, 2026
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026