નવરાત્રિમાં જરૂર કરો આ ચમત્કારી ઉપાય, મા દુર્ગાના મળશે આશીર્વાદ
September 17, 2025
આ વખતે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હિન્દુ પંચાગ પ્રમાણે દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને તેમના નામોનો જય જયકાર કરવામાં આવે છે.
નવરાત્રિના આ શુભ દિવસો દરમિયાન ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી જાતક ઉપર મા લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સાથે જ નવરાત્રિના 9 દિવસો દરમિયાન કેટલીક એવી વસ્તુઓ, જેનાથી મા દુર્ગાના ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ગ્રહ-નક્ષત્રોનો પણ શુભ પ્રભાવ મળે છે. જેમાં સામેલ છે- લવિંગ, સોપારી, હળદર, પાન અને નારિયેળ.
1. લવિંગ
નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને સૌથી પહેલા લવિંગ ચઢાવવામાં આવે છે. પૂજામાં લવિંગનું ખૂબ મહત્વ છે. જો તમે તમારી ઈચ્છા પૂર્ણ કરવા માગતા હોય તો, તમારી ઉંમરના બરાબર લવિંગ લો અને તેમને કાળા કે લાલ દોરાથી જોડીને માળા બનાવો. નવરાત્રિમાં કોઈપણ દિવસે મા દુર્ગાને આ માળા અર્પણ કરો અને પ્રાર્થના કરો. લગભગ એક થી ત્રણ મહિનામાં તમારી ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના છે. તમારી ઈચ્છા પૂર્ણ થઈ ગયા બાદ આ માળાને પાણીમાં વહેતી કરી દો અથવા તેને જમીનમાં દાટી દો.
2. સોપારી
નવરાત્રિની પૂજામાં સોપારીનું પણ ખાસ મહત્વ છે. નવરાત્રિમાં એક આખી સોપારી લો, તેની આસપાસ સિંદૂર લગાવીને તેને પીળા કપડામાં લપેટીને મા દુર્ગાને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી વહેલા લગ્નના આશીર્વાદ મળે છે. લગ્ન પછી પણ આ સોપારી તમારી સાથે રાખવી જોઈએ, કારણ કે તેનાથી તમારું વૈવાહિક જીવન સારું રહે છે.
3. હળદર
શારદીય નવરાત્રિની પૂજામાં હળદરનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નવરાત્રિમાં બે હળદરના ગઠ્ઠા લો અને તેને દેવીને અર્પણ કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. પછી તેને લાલ કપડામાં લપેટીને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકો. તેનાથી ધનની સમસ્યા દૂર થાય છે.
4. પાન
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણેપાનને પૂજા માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિમાં 27 પાનની માળા બનાવીને દેવીને અર્પણ કરો અને રોજગાર માટે પ્રાર્થના કરો. રોજગાર મળ્યા પછી માળા પાણી વહેતી કરી દો.
5. નારિયેળ
નારિયેળને પણ નવરાત્રિમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. એક પાણીથી ભરેલું નારિયેળ લો, દેવી સમક્ષ બેસો અને એક ખાસ મંત્રનો જાપ કરો અને પછી તેને વહેતા પાણીમાં વહેતું કરી દો. આનાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવોથી બચી શકાય છે.
Related Articles
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે 'મહાસંયોગ', જાણો દાન માટેના શુભ મુહૂર્ત
મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે '...
Jan 07, 2026
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
મંગળના ગોચરથી નવા વર્ષની શરૂઆત થશે! 3 રા...
Dec 31, 2025
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશિના જાતકો માટે ખુલશે સફળતાના દ્વાર
2026માં શનિ નક્ષત્ર પરિવર્તન કરશે, 5 રાશ...
Dec 29, 2025
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રાશિના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે!
નવા વર્ષે પાપી ગ્રહ રાહુ બદલશે ચાલ, આ રા...
Dec 27, 2025
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિના જાતકો માટે ખુલશે કમાણીના નવા રસ્તા
બુધ દેવ બનાવશે માલામાલ! કુંભ સહિત 5 રાશિ...
Dec 22, 2025
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિના જાતકોના ભાગ્યમાં ઘણું બધું બદલાઈ જશે!
નવા વર્ષે મહાલક્ષ્મી રાજયોગ બનતા આ રાશિન...
Dec 20, 2025
Trending NEWS
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
11 January, 2026
10 January, 2026