નેતન્યાહૂ બરાબરના ફસાયા, ઈઝરાયલના સૈનિકોએ યુદ્ધ લડવા મૂકી મોટી શરત

October 23, 2024

 ઈઝરાયલનો બદલો હજી પૂર્ણ થયો નથી. હમાસ અને ગાઝા પર ઈઝરાયલ સતત હુમલાઓ કરી રહ્યું છે. સામે પક્ષે ઈરાન, હમાસ દ્વારા પણ ઈઝરાયલ પર હુમલાઓ થઈ રહ્યા છે. બંને દેશોમાં તબાહીનું ભયાવહ દ્રશ્ય સર્જાયુ છે. જેને રિકવર થતાં પચાસ વર્ષ લાગી શકે છે. અત્યારસુધી મજબૂત ગણાતી ઈઝરાયલની સેના પણ હવે હિંમત હારી હોય તેવુ જણાઈ રહ્યું છે. તેમની ધીરજ હવે ખૂટી રહી હોવાનો સંકેત ઈઝરાયલના સૈનિકો દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી માંગણીઓ પરથી મળ્યા છે.

ઈઝરાયલ સરકાર માટે યુદ્ધનો નવો મોરચો ખુલ્યો છે. ગાઝા, પછી લેબનોન અને હવે ઈઝરાયલની ધરતી પર પોતાના જ પ્રિયજનોનું મનોબળ જાળવી રાખવાની લડાઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલના સૈનિક જે ઈઝરાયલ માટે વિદેશી જમીન પર લડી રહ્યા છે. તેઓ માગ કરી રહ્યા છે કે, ઈઝરાયલ હમાસના કબજામાં રહેલા ઈઝરાયલી બંધકોને ઝડપથી મુક્ત કરાવે. જેના માટે ઈઝરાયલ સરકાર ઝડપથી સમાધાન પર મહોર લગાવે.