ઉદિત નારાયણના 'કિસ' વિવાદમાં પહેલીવાર દીકરા આદિત્યએ કહ્યું - 'જો મેં કર્યું હોત તો...'
June 28, 2025
90ના દાયકામાં બોલિવૂડને અનેક સપરહિટ ગીત આપનાર સિંગર ઉદિત નારાયણ થોડા સમય પહેલા એક અજીબ કારણોસર ચર્ચામાં આવ્યો હતો. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે લાઈવ શો દરમિયાન પોતાની ફીમેલ ચાહકને 'Lip Kiss' કરી હતી. ત્યારબાદ સિંગરને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. જોકે, ઉદિત નારાયણે કહ્યું હતું કે, મારો આ વીડિયો ખૂબ જૂનો હતો. હવે સિંગરના દીકરા આદિત્ય નારાયણે પહેલી વાર પિતા સાથે થયેલા વિવાદ પર વાત કરી છે. ઉદિત નારાયણના 'કિસ' વિવાદ પર આદિત્ય નારાયણે કહ્યું કે, 'મારા પિતા ઉદિત નારાયણ સાથે જ્યારે આ વિવાદ થયો, ત્યારે તે લોકોના ગુસ્સાને સમજી ન શક્યા મારા પિતા એક એવા સમયમાંથી આવે છે જ્યારે કોઈ ચાહક તમને પ્રેમ આપે, અને જો તમે બદલામાં તેને પ્રેમ આપો છો, તો તેને ખોટું માનવામાં નહોતું આવતું. મારા પિતાને સહમતિ શું હોય છે તેનો આઈડિયા નહોતો. પરંતુ હવે તેઓ જાણી ગયા છે.' આદિત્ય નારાયણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ઈન્ટરનેટ એક અજીબ વસ્તુ છે. સોશિયલ મીડિયા વાસ્તવિક જગ્યા નથી અને તમે અહીં જે જુઓ છો તે સંપૂર્ણ સત્ય નથી. પબ્લિક ફિગર હોવાના કારણે દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર અમારું કોઈ કંટ્રોલ નથી. પહેલા તો મારા પિતાને એ જ ન સમજાયું કે, લોકોની નારાજગી કઈ બાબત પર છે. તેઓ એક અલગ સમય અને માનસિકતામાંથી આવે છે. તેમના સમયમાં ચાહકો પોતાના અંડરગાર્મેન્ટસ આર્ટિસ્ટ પર સ્ટેજ પર ફેંકતા હતા. 'હવે તમે આવું ન કરી શકો. એ જ રીતે તેઓ એક એવા સમયમાંથી આવે છે જ્યારે કોઈ ચાહક તમને પ્રેમ આપે છે, તો જવાબમાં તમે તેને પ્રેમ આપો એ ખોટું નથી સમજતા. પરંતુ હવે સદનસીબે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં સંમતિ નામની વસ્તુ છે. તેને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. તે સારું છે પણ તે ખૂબ જ નવો વિકાસ છે. હવે ઉંમર પ્રમાણે વાતો થવા લાગી છે. કદાચ જો મેં કર્યું હોત અને કોઈ 32 વર્ષની છોકરી હોત તો આટલી મોટી વાત ન બની હોત.' આદિત્ય નારાયણે આગળ કહ્યું કે, 'જ્યારે મારા પિતા કોઈ વાત સમજી ન શકે, ત્યારે હું તેમને શીખવું છું અને સમજાવું છું. સિંગરના દીકરાએ તેમને સમજાવ્યું કે તમે એક સેલિબ્રિટી છો. જો તમે કંઈ પણ કરો છો, તો તે તરત જ લોકોના ધ્યાનમાં આવે છે. આદિત્યએ કહ્યું કે, 'પિતાજી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના એક સીનિયર મેમ્બર બની ગયા છે અને તેમના ચાહકો 6-60 વર્ષની વયના છે. તેથી તે તેના પર નિર્ભર કરે છે કે આ ઘટના કોની સાથે બની રહી છે. તેમને ખબર નહોતી કે સંમતિ શું છે. 'તેઓ એ જનરેશનમાંથી નથી આવતા. તેઓ એવા વ્યક્તિ છે જે ક્યારેય ખોટા થવા નથી માગતા. તેમના માટે હું છું. જ્યારે તેઓ કંઈક સમજી ન શકે ત્યારે હું તેમને સમજાવું છું. હવે તેઓ જાણે છે કે સંમતિ નામની એક વસ્તુ છે. મેં તેમને માત્ર એક જ વાત સમજાવી કે તમે એક પબ્લિક ફિગર છો. કોઈ તમને કેવી રીતે પ્રેમ આપી રહ્યું છે તે ક્યારેય સમાચાર નહીં બનશે. પરંતુ તમે કેવી રીતે તેમને પ્રેમનો જવાબ આપો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમે એક રોલ મોડેલ છો.'
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમાં સૌથી વધ...
29 April, 2026
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયં...
29 April, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું...
29 April, 2026
ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિય...
29 April, 2026
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ડીઝલમાં આલ્કોહોલ અને ગેસમા...
29 April, 2026
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026