કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
June 28, 2025

સીબીઆઈએ સાયબર ક્રાઈમ આચરતી રોયલ ટાઈગર ગેંગના સૂત્રધાર પ્રિન્સ જસવંતલાલ આનંદની મુંબઈથી ધરપકડ કરી છે. દરોડામાં રોયલ ટાઈગર ગેંગ અમેરિકા તથા કેનેડાના નાગરિકોને ત્યાંની એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ધમકાવી પૈસા પડાવતી હતી. 45000ની ક્રિપ્ટો એસેટ્સ, ટેલિ ઈન્ફ્રાસ્ટ્રકચર, કેનેડા અને યુ.એસ.ના નાગરિકોને ફસાવવા માટે તૈયાર સ્ક્રિપ્ટ, કેનેડા પોલીસ અને એજન્સીઓના નકલી આઈ.ડી. પણ જપ્ત કરાયાં હતાં.
સુત્રધાર પ્રિન્સ આનંદને મુંબઈમાંથી પકડી સીબીઆઈએ મુંબઈ ઉપરાંત અમદાવાદમાં તેના સાગરિત કૌશલ ભાવસારના અમુક ઠેકાણાઓ ઉપર દરોડા પાડયા હતા. મુંબઈની સીબીઆઈ કોર્ટે પ્રિન્સ આનંદના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
સીબીઆઈએ ઓપરેશન ચક્ર ફાઈવના ભાગરુપે ગુરૂવારે મુંબઈ અને અમદાવાદમાં વિવિધ સ્થળે પાડેલા દરોડામાં પ્રિન્સ જસવંતલાલ તથા તેની ગેંગના વિવિધ સ્થળોએથી એક સોફિસ્ટિકેટેડ ઢબે ચાલતાં સાયબર ક્રાઈમને લગતા અનેક દસ્તાવેજો તથા સાધનો અને ઉપકરણો મળ્યાં હતાં.
કેનેડા તથા યુએસના નાગરિકોને ફસાવવા માટેની તૈયાર સ્ક્રિપ્ટસ, કેનેડાની પોલીસ તથા અન્ય એજન્સીઓના આઈડી, ટેલિકોમ ઉપકરણો વગેરે જપ્ત કરાયાં હતાં. સીબીઆઈના જણાવ્યા અનુસાર પ્રિન્સ પાસેથી 45 હજાર ડોલરની વર્ચુઅલ ડિજિટલ એસેટ્સ પણ જપ્ત કરાઈ છે.
પ્રિન્સ આનંદને ત્યાં દરોડામાં જાણવા મળ્યું હતું કે તે એકદમ વૈભવી જીવનશૈલી ધરાવતો હતો. તેની પાસે લકઝરી કાર્સ, ડિઝાઈનર એસેસરીઝ સહિતની મોંઘીદાટ ચીજો હતી. તે વારંવાર વિદેશ પ્રવાસ પણ કરતો હતો. તેણે સાયબર અપરાધો આચરીને પુષ્કળ બેનામી સંપત્તિ જમા કરી હોવાની પણ શંકા છે.
આ ગેંગ વિદેશી સરકારી એજન્સીઓ, બેન્કો અથવા તો યુટિલિટી કંપનીઓના પદાધિકારીઓ તરીકેનો સ્વાંગ રચી અમેરિકી કે વિદેશી નાગરિકોનો સંપર્ક કરતી હતી. તેઓ આ માટે AI દ્વારા વોઈસ ક્લોનિંગનો પણ ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો વિદેશી નાગરિકોને કાયદાકીય વ્યવહારો કે અન્ય બાબતોમાં ડરાવતા ધમકાવતા હતા અને તેમને વિવિધ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા.
તેઓ આ નાણાકીય વ્યવહારોને છૂપાવવા માટે મોટાભાગે ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાકીય હેરફેર કરતા હતા. મુંબઈથી પ્રિન્સ જસવંતલાલ આનંદની ધરપકડ કરી સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અમેરિકાની ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન્સ (એફસીસી) દ્વારા અગાઉ પણ રોયલ ટાઈગર ગેંગ સાયબર ક્રાઈમમાં સામેલ હોવા અંગે ચેતવણી અપાઈ હતી. આ ગેંગને કન્ઝ્યુમર કમ્યુનિકેશન ઈન્ફર્મેશન સર્વિસિસ થ્રેટ (સી-સીઆઈએસટી) તરીકે ઓળખાવી હતી. આ ગેંગના મુખ્ય સુત્રધારોમાં પ્રિન્સ જસવંતલાલ આનંદ તથા તેનો સાગરિત કૌશલ ભાવસાર સામેલ હોવાનું જણાવાયું હતું. એફસીસી દ્વારા ગયા વર્ષે જારી કરાયેલી એક નોટિસમાં જણાવાયું હતું કે રોયલ ટાઈગર ગેંગ દ્વારા અમેરિકાના લોકોને ગેરકાયદેસર રીતે કોલ કરી નુકસાન પહોંચાડવામાં આવે છે અને આ રીતે આ ગેંગ કમ્યુનિકેશન નેટવર્કસમાં ગ્રાહકોના વિશ્વાસને હાનિ પહોંચાડી રહ્યા છે.
રોયલ ટાઈગર ગેંગે અમેરિકી નાગરિકોને છેતરવા માટે રોબોકોલ્સ તરીકે ઓળખાતી ઓટોમેટેડ ફોન કોલ્સની ટેકનિક અજમાવતી હોવાનું જણાવાયું હતું. તેઓ ગ્રાહકોને છેતરવા માટે AI આધારિત વોઈસ ક્લોનિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. આ ગેંગના સાગરિતો ભારત ઉપરાંત અમેરિકા, યુકે તથા યુએઈમાં પણ હોવાનું જણાવાયું હતું.
Related Articles
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે
કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડ...
Jul 15, 2025
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો કરાયો
કેનેડાની રથયાત્રા પર ઈંડા ફેંકીને હુમલો...
Jul 14, 2025
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસા...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
Trending NEWS

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025