ચાર રાશિના જાતકો માટે નવી નોકરી અને ધનલાભના યોગ, એક વર્ષ બાદ ગુરુનું મિથુનમાં ગોચર
February 11, 2025

અમદાવાદ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ 14 મે 2025ની મોડી રાત્રે વૃષભ રાશિથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહની કુંડલીમાં શુભ સ્થિતિ જાતકને અપાર ધન, સુખ, માન-સન્માન આપે છે. તેને જ્ઞાની અને ધાર્મિક-આધ્યાત્મિક બનાવે છે. ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ તમામ 12 રાશિઓ પર મોટી અસર નાખશે. 4 રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
વૃષભ રાશિ
દેવગુરુ બૃહસ્પતિ અત્યારે વૃષભ રાશિમાં છે અને આ રાશિથી નીકળીને તેને લાભ આપશે. આ જાતકોને ધન લાભ થઈ શકે છે. માન-સન્માન વધશે. પદ-પ્રતિષ્ઠા વધશે. નોકરી-વેપારમાં પ્રગતિ મળશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે.
મિથુન રાશિ
ગુરુ ગોચર કરીને મિથુન રાશિમાં જ આવશે અને આ જાતકોને ખૂબ લાભ આપશે. વેપારમાં જોરદાર પ્રગતિ રહેશે. જીવનમાં ધન-વૈભવ, સમૃદ્ધિ વધશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરી કરનારને પ્રમોશન મળશે. રોકાયેલું ધન મળશે. સન્માન વધશે. સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરનાર જાતકોને સફળતા મળી શકે છે.
આ પણ વાંચો: ખર્ચ વધશે, સંબંધોમાં ખટાશ... આ 3 રાશિના જાતકોએ એક મહિનો ખાસ સાચવવું, સૂર્યનું કુંભમાં ગોચર
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ગુરુનું રાશિ પરિવર્તન ઘણા ક્ષેત્રોમાં લાભ આપશે. અવિવાહિત યુવક-યુવતીઓના લગ્ન થઈ શકે છે. જ્ઞાન વધશે. ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સફળતા મળશે. સુખ મળશે. કિસ્મતનો સાથ મળશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે. ધર્મ-કર્મમાં રસ રાખો.
મકર રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકોની કિસ્મત બદલી શકે છે. આ લોકોને ગુરુની સાથે શનિ દેવના પણ આશીર્વાદ મળશે. માર્ચમાં તેની સાડાસાતી ખતમ થશે અને પછી ગુરુ ગોચર થશે. જે ડબલ લાભ આપશે. ઘણી મુશ્કેલીઓ ખતમ થશે. રોકાયેલા કામ પૂરા થશે. પ્રગતિ અને રૂપિયા મળશે. નવા કામની શરૂઆત કરવા માટે સમય સારો છે.
Related Articles
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો ઉપાય, જીવનની સમસ્યાઓથી મળશે છૂટકારો
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો...
Jul 10, 2025
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે...
Jul 08, 2025
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું છે કારણ
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચ...
Jul 07, 2025
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, મ...
Jun 30, 2025
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, આવતીકાલથી શરુ થશે સારા દિવસો
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભા...
Jun 10, 2025
Trending NEWS

09 July, 2025

09 July, 2025
09 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025