યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે નવો માસ્ટર પ્લાન તૈયાર : હેલીપેડ, યાત્રા ટ્રેક સહિતના કામ સાકાર થશે

March 08, 2025

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા માટે નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. બોર્ડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવા અને સોલાર એનર્જી જેવા રિન્યુએબલ સ્ત્રોતો પર નિર્ભરતા વધારવા સૂચના આપી છે. યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ સુધારા કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કટરાના હટ્ટ ગામમાં શિવ ખોડી શ્રાઈન બોર્ડના સહયોગથી હેલિપેડ, ભવનમાં નવી વૈષ્ણી બિલ્ડિંગ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ કટરા પાસે કુટીર, સાંજીછતથી ભવન સુધીના યાત્રા ટ્રેકને પહોળો કરવાનો અને કાકરિયાલમાં બોર્ડની મેડિકલ કોલેજ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજભવન ખાતે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની 74મી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં બોર્ડના ઘણા સભ્યો પણ હાજર રહ્યા હતા. બોર્ડના સભ્યો મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરોનંદ ગિરીજી મહારાજ, ડૉ. અશોક ભાન, ડૉ. નીલમ સરીન, કેકે શર્મા, સુરેશ કુમાર શર્મા અને રઘુ કે મહેતાએ બેઠકમાં હાજરી આપી હતી. લેફ્ટનન્ટ ગવર્નરના અગ્ર સચિવ ડૉ. મનદીપ ભંડારી અને બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી અંશુલ ગર્ગ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.