Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

ગુજરાતના 206 ડેમમાં નવા નીરની આવક: 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર

June 22, 2025

બનાસકાંઠા- ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં આવેલા નદી-ડેમ છલકાયા છે. હવામાન વિભાગે આજે રવિવારે (22 જૂન) સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને ડેમને લઈને આંકડાકિય માહિતી જાહેર કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં સરેરાશ 15.04 મિ.મી. વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે 206 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે અને 14 જેટલાં ડેમો હાઈ ઍલર્ટ પર છે, ત્યારે ચાલો જાણીએ કયા ડેમની શું છે સ્થિતિ.
હવામાન વિભાગ મુજબ, આજે 22 જૂનની સાંજે 4 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો, 454.98 ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને 389.96 ફૂટ હાલનું પાણીનું સ્તર છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 26 ડેમ 70-100 ટકા, 22 ડેમ 50-70 ટકા, 57 ડેમ 25-50 ટકા અને 99 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 14 ડેમને હાઈ ઍલર્ટ, 9 ડેમને ઍલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે. 


હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે (22 જૂન) બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટને લઈને ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 28  જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.