Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

અદાણી મુદ્દે અમેરિકા તરફથી હજુ કોઈ જાણકારી મળી નથી

November 30, 2024

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે લાંચના આરોપોમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ ઇશ્યૂ થયેલા એરેસ્ટ વોરંટ વિશે તેને અમેરિકન અધિકારીઓ તરફથી હજુ સુધી કોઇ વિનંતી મળી નથી. ભારત સરકારની આ ટિપ્પણી અમેરિકન ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી વિરુદ્ધ કેસના અહેવાલો વચ્ચે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં અદાણી સાથે જોડાયેલી સંસ્થાઓ સાથે સંબંધિત કાનૂની કાર્યવાહીમાં સરકારની કોઇ ભૂમિકા નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું કે આ એક કાનૂની મામલો છે જેમાં ખાનગી ફર્મ અને વ્યક્તિ અને અમેરિકન ન્યાય વિભાગ સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોમાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાનૂની રસ્તાઓનું પાલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોઇપણ પ્રકારની કાનૂની કાર્યવાહી માટે અમેરિકન અધિકારીઓએ ભારતમાં ગૃહ મંત્રાલયને જાણકારી આપવી જરુરી છે. ચાહે તે એરેસ્ટ વોરન્ટ જ કેમ ન હોય. જાણકારી મળ્યા બાદ ગૃહ મંત્રાલય સંબંધિત સંઘીય એજન્સીઓને વિનંતી પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપી શકે છે. અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ કેસમાં ભારતમાં સોલર એનર્જી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરવા માટે લાંચ આપવાનો અને અમેરિકામાં રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ સામેલ છે.