જેલમાં બંધ અમૃતપાલના 7 સાથીઓ સામે NSA નહીં, હવે કેસ ચાલશે
March 16, 2025
દિબ્રુગઢ : દિબ્રુગઢની જેલમાં બંધ પંજાબમાં ખાલિસ્તાનવાદી નેતા અને સાંસદ અમૃતપાલ સિંહના સાત સાથીઓ અંગે પંજાબ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે NSA હેઠળ અમૃતપાલના 7 સાથીઓ સામે NSAની અવધિ ન વધારવાનો અને તેમની સામે કેસ ચલાવાનો નિર્ણય લીધો છે. આ તમામ આરોપીઓ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, અમૃતપાલ સિંઘના સાત સાથીઓ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ દિબ્રુગઢની જેલમાં બંધ છે, જેમની સામે પંજાબ સરકારે NSA ન વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર આ સાતેય આરોપીઓ સામે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાનો કેસ ચલાવવા ઈચ્છે છે. સરકારે એવું પણ કહ્યું છે કે, આ સાતેય આરોપીનો પંજાબ લવાશે, પછી તેમની સામે કેસ શરૂ કરવામાં આવશે. જોકે સરકારે અમૃતપાલ અને તેના બે સાથીઓ અંગે હજુ કોઈપણ નિર્ણય લીધો નથી. આ પહેલા કેન્દ્ર સરકારે પંજાબની ખડૂર સાહિબ બેઠક પરના સાંસદ અમૃતપાલ સિંહ અંગે હરિયાણા કોર્ટને માહિતી આપી હતી કે, જેલમાં બંધ સાંસદને 54 દિવસની રજા અપાઈ છે. આ માહિતી એડિશનલ સોલિસિટર જનરલ સતપાલ જૈને ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ સુમિત ગોયલની ડિવિઝન બેંચ સમક્ષ લોકસભા સચિવાલય દ્વારા 11 માર્ચે જારી કરાયેલા પત્રને રજૂ કરતી વખતે આપી હતી. પત્ર દ્વારા જણાવાયું હતું કે, અમૃતપાલ સિંહને 24 જૂન-2024થી બે જુલાઈ-2024 સુધી, 22 જુલાઈ-2024થી 9 ઓગસ્ટ-2024 સુધી અને 25 નવેમ્બર-2024થી 20 ડિસેમ્બર 2024 સુધી રજા અપાઈ હતી.
આ મુદ્દે ખંડપીઠે કહ્યું કે, ‘અરજદાર (અમૃતપાલ)ને સંસદમાંથી હાંકી કાઢવાનો ડર હતો, જોકે આ પત્રથી તેમી ચિંતા દૂર થઈ ગઈ છે. અમૃતપાલે અરજીમાં માંગ કરી હતી કે, સાંસદ ફંડ સંબંધિત સ્થાનિક વિકાસ કાર્યો માટે અધિકારીઓ અને મંત્રીઓને મળવાની પરવાનગી આપવામાં આવે, જે પર કોર્ટે કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી કેટલાક નિયમોને આધીન ચાલે છે, તેથી અરજદારે આ મુદ્દે લોકસભા અધ્યક્ષને અરજી કરે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026