વિમાન દુર્ઘટનામાં મૃતકોની બોડી માટે 100 કોફીન બનાવવા વડોદરાની સંસ્થાને સૂચના : આજે રાત સુધીમાં 50 મોકલવા તાકીદ
June 14, 2025
અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની દુર્ઘટનામાં 290 જેટલા વ્યક્તિઓના કરુણ મોત નીપજતા પરિવારજનોને પોતાના સ્વજનના પાર્થિવ દેહને સોંપવા માટે વડોદરાની સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા 100 કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે પૈકીના 25 કોફીન આજે બપોરે 3 વાગ્યા સુધીમાં અને બાકીના કોફીન આજે રાત સુધીમાં અમદાવાદ ખાતે રવાના કરાશે. આ અંગે કોફીન બનાવનાર સંસ્થાન અગ્રણી એડવિનભાઈએ જણાવ્યું હતું કે, એક કોફીન બનાવતા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. કુલ સાતથી આઠ વ્યક્તિની ટીમ કોફીન બનાવી રહી છે. કારણ કે એક સાથે મોટી સંખ્યામાં દુર્ઘટનાના મૃતકો માટે કોફીન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. મૃતકોના અવશેષો કોફીનમાં રહે એ રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે. તેની લેન્થ અને હાઈટ બાબતે ખાસ ધ્યાન રાખવું પડે છે. મૃતક કઈ હાલતમાં છે તેની કોઈને ખબર નથી. પરિણામે હાઈટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કોફીન તૈયાર થયા બાદ તેની અંદર પ્લાસ્ટિકની બેગ મૂકવામાં આવે છે જેથી મૃતકના શરીરનું પાણી કે જંતુ કોઈને ના લાગે એવા ઇરાદે બેગ મૂકવામાં આવે છે. કારીગરોએ ગઈ મોડી રાત સુધી જાગીને 25 કોફીન બનાવ્યા છે જે આજે ત્રણ વાગ્યા સુધીમાં અમદાવાદ રવાના કરાશે ત્યારબાદ બાકીના કોફીન રાત સુધીમાં રવાના કરાશે. કુલ 100 કોફીન બનાવવાના છે.
Related Articles
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે ર...
Jul 22, 2026
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 5...
Jul 22, 2026
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ; 150થી વધુ માર્ગો બંધ
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં...
Jul 22, 2026
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્યા?': નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્...
Jul 20, 2026
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, કેબિનેટની મહોર
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફો...
Jul 19, 2026
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, પણ ટીમમાં ફાયર-AMCની બાદબાકી
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં...
Jul 19, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026