Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

NSEએ દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ સેશનની કરી જાહેરાત, રોકાણકારો-ટ્રેડર્સ 21 ઓક્ટોબરે બપોરે કરી શકશે સોદો

September 22, 2025

ભારતીય સ્ટોક એક્સચેન્જે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ સેશનની જાહેરાત કરી દીધી છે. આ વખતે એનએસઈ 21 ઓક્ટોબરના રોજ દિવાળી પર બપોરે 1.45થી 2.45 સુધીનું મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજશે. એનએસઈએ સર્ક્યુલર જાહેર કરી આ અંગે માહિતી આપી હતી.

હિન્દુ કેલેન્ડર વર્ષના નવા સંવતની શરૂઆતમાં રોકાણકારો આખું વર્ષ સમુદ્ધ અને વૃદ્ધિમય રહેવાની કામના સાથે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં રોકાણ અને ટ્રેડિંગ કરે છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિત્તે ભારતીય સ્ટોક એક્સચેન્જ એનએસઈ અને બીએસઈ મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજે છે.  સામાન્ય રીતે દિવાળી પર માર્કેટ ટ્રેડિંગ માટે બંધ રહેશે. પરંતુ બપોરે એક કલાકનું સ્પેશિયલ ટ્રેડિંગ સેશન થશે. 

એનએસઈના સર્ક્યુલર અનુસાર, દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગનું પ્રિ-ઓપનિંગ સેશન 1.30 વાગ્યે શરૂ થશે. શેરબજારમાં રોકાણકારો અને ટ્રેડર્સ દિવાળીને શુભ દિવસ માની ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સોદો પાડે છે. આ સોદો નવા વર્ષ દરમિયાન લાભ આપનારો હોવાની માન્યતા છે. ઉલ્લેખનીય છે, સામાન્ય રીતે સ્ટોક એક્સચેન્જીસ પર મુહૂર્ત ટ્રેડિંગ સેશન સાંજે છ વાગ્યે શરૂ થતુ હોય છે. પરંતુ આ વખતે એનએસઈએ સમયમાં ફેરફાર કર્યો છે.