Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

ટ્રમ્પની કાર્યવાહી પર ધ્રુસકે ધ્રુસકે રડી સેલેના ગોમેઝ, કહ્યું- મારા લોકો પર હુમલો છતાં હું કશું નથી કરી શકતી

January 28, 2025

અમેરિકાની મશહૂર સિંગર સેલેના ગોમેઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેને બાદમાં તેણે ડીલીટ કરી નાખ્યો હતો. આ વીડિયોમાં ગોમેઝે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસી પર પોતાની ચિંતા અને દુખ વ્યક્ત કર્યું હતું.  સેલેના ગોમેઝે આ વીડિયોમાં કહ્યું હતું કે, 'મારા લોકો, બાળકો બધા જ પર હુમલો થઇ રહ્યો છે. હું આને સમજી નથી શક્તિ. મને ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે. હું કંઇક કરવા માંગું છું, પરંતુ કંઈ કરી શકતી નથી. હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ, આ મારું વચન છે.' આ વીડિયોની ઉપર કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, 'મને માફ કરજો.' આ સાથે તેણે મેક્સિકોના ઝંડાનો ઈમોજી પણ શેર કર્યો હતો.  આ વીડિયો શેર કર્યા બાદ સેલેના સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ હતી. જેથી કરીને તેણે આ વીડિયો ડીલીટ કરી દીધો હતો. ત્યારબાદ ફરીથી તેણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, 'મને લાગે છે કે લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી પણ ઠીક નથી.' સેલેનાએ શેર કરેલો આ વીડિયો ICE (ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની એક દિવસ પછીનો હતો. જેમાં 956 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી કરવામાં આવી હતી.  ઈમિગ્રેશન રાઈટ્સને લઈને સેલેના પોતાનો અવાજ ઉઠાવતી રહેતી હોય છે. વર્ષ 2019માં તેણે નેટફ્લીક્સ પર 'લિવિંગ અનડોક્યુમેન્ટેડ' નામની ડોકયુમેન્ટરી બનાવી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોના પરિવારોનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો હતો. આ સિવાય થોડા દિવસો પહેલા તેણે પોતાના પરિવાર સાથે તે કઈ રીતે અમેરિકા આવી હતી તેની ચર્ચા ટાઈમ મેગેઝીન સાથે કરી હતી. જેમાં તેણે અમેરિકામાં આવ્યા બાદ તેના પરિવારને કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું તેના વિશે જણાવ્યું હતું.