2023ના પહેલા જ દિવસે શેર બજારમાં તેજીનો માહોલ

January 02, 2023

વર્ષ 2023ની શરૂઆત શેરબજાર માટે ધમાકેદાર રહી હતી. સોમવારે સેન્સેકસ 30 પોઈન્ટની તેજી સાથે 60871ના આંકડાને પર, નિફ્ટી 26 પોઈન્ટની તેજી સાથે 18131 પર અને બેંક નિફ્ટી 52 પોઈન્ટની તેજી સાથે 43038 પર ખુલ્યું હતું. આજે માર્કેટમાં ભારે વેચાણ નોધાયું હતું. 

વર્ષ 2023ના પહેલા જ વર્કિંગ ડે એટલે કે સોમવારે જ માર્કેટની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી.  સેન્સેક્સ 110 પોઈન્ટ ઉપર રહ્યો હતો અને નિફ્ટી 25.50 પોઈન્ટની મજબૂતી સાથે કારોબાર કરતો જોવા મળ્યું હતું. સોમવારે સેન્સેક્સ 30 પોઈન્ટની તેજી સાથે 60871 પોન્ટ પર અને નિફ્ટી 26 પોઈન્ટની તેજી સાથે 18131 પર અને બેંક નિફ્ટી 52 પોઈન્ટની તેજી સાથે 43038 પર ખુલ્યું હતું. જો કે લીલા  નિશાન પર ખુલ્યા બાદ માર્કેટમાં વેચાણનો માહોલ જોવા મળ્યો હતો. મેટલ સેક્ટરના શેરોમાં લગભગ 1.5%ની તેજી જોવા મળી હતી. MO(I)L - Manganese Ore (india) Limitedમાં 4% અને હિન્ડાલ્કોમાં 2.9% , SAILમાં 2.8%, Tata સ્ટીલના શેરોમાં 2.7%ની તેજી જોવા મળી હતી.                            

સિંગાપોર એક્સચેન્જનો નિફ્ટી વાયદા 40 પોઈન્ટ 0.22%ના કડાકા સાથે 18,183 પર હતો, આ રીતે કડાકા સાથે બજાર ખુલવાના સંકેત મળ્યા હતા. 

વાત કરીએ અમેરિકાનની તો ગત શુક્રવારે વોલ સ્ટ્રીટ લાલ નિશાન પર બંધ થયું હતું. S&P500 માટે વર્ષ 2008 બાદ 2022 બીજું સૌથી ખરાબ વર્ષ રહ્યું હતું. બજાર અખા વર્ષ દરમિયાન સતત સંઘર્ષમાં જોવા મળ્યું હતું.