માઘ પૂર્ણિમાના અવસર પર ભક્તોનું ઘોડાપુર,74 લાખ લોકોની આસ્થાની ડૂબકી

February 12, 2025

આજે માઘ પૂર્ણિમાના અવસર પર મહા કુંભમાં ભક્તોની ભારે ભીડ છે. સંગમ કાંઠે બંને તરફ ભક્તો જોવા મળી રહ્યા છે. માઘ પૂર્ણિમા પર લોકોનો ઉત્સાહ એટલો છે કે 74 લાખ લોકોએ વહેલી સવારે સંગમમાં સ્નાન કર્યું છે. નાગા સાધુઓના અખાડાઓએ સૌપ્રથમ સ્નાન કર્યું હતું. આ પછી અખાડા અને પછી સાધુ-સંતોએ સ્નાન કર્યું. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂ કર્યું. આજે સંગમના કિનારે સ્નાન કરી રહેલા ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 46.25 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરી ચૂક્યા છે.

પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન માટે ભક્તોની ભારે ભીડ છે. પ્રશાસને અમૃત સ્નાનને લઈને નક્કર વ્યવસ્થા કરી છે. સીએમ યોગી પોતે સવારે 4 વાગ્યાથી માઘી પૂર્ણિમા સ્નાન પર નજર રાખી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મેળા પ્રશાસને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સમગ્ર પ્રયાગરાજ શહેરને નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કર્યું છે.