વન નેશન વન ઈલેક્શન બિલ મંગળવારે લોકસભામાં થઇ શકે રજૂ

December 16, 2024

એક દેશ એક ચૂંટણી સંબંધિત 129મું બંધારણ સંશોધન બિલ મંગળવારે એટલે કે 17મી ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ બિલને વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે JPCને મોકલવામાં આવશે. આવતીકાલે જ જેપીસીની રચના કરવામાં આવશે જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવશે.

મહત્વનું છે કે અગાઉ સોમવારે એટલે કે આજે 16મી ડિસેમ્બરે લોકસભામાં રજૂ થવાનું હતું, પરંતુ પછી તેને સુધારેલા એજન્ડામાંથી હટાવી દેવામાં આવ્યું હતું. અગાઉ શુક્રવારે જાહેર કરાયેલા એજન્ડામાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. પરંતુ આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આવતીકાલે બિલ રજૂ થઈ શકે છે.